રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી હોટેલમાં સગીરા કર્મચારી પર વેઈટરે દુષ્કર્મ ગુજારી લીધાનો બનાવ સામે આવતા તાલુકા પોલીસે તપાસ કરતા રૂમની સફાઈ માટે સગીરાને બોલાવી વેઈટરે જ સગીરાને દુષ્કર્મનો શિકાર બનાવી હોવાનુ બહાર આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
વેઈટરે બળજબરીથી શારીરિક સંબધ બાંધ્યો
યોગેન્દ્ર લોહારે ફોન કરી કહેલ કે, તમારા રૂમ પર રહેતી અન્ય એક છોકરી સાફ સફાઈ માટે આવે છે, તુ પણ આવી જા. તેથી હુ હોટેલથી નીકળી રૂમની સફાઈ માટે ગઈ હતી ત્યા યોગેન્દ્ર લોહાર રૂમમાં હાજર હોય તેણે મને અંદર ખેંચીને રૂમ અંદરથી રૂમ બંધ કરી દીધેલ અને કહેલ કે, જો તું દેકારો કરીશ તો તને જાનથી મારી નાંખીશ તેમ કહી મને બળજબરીથી પકડીને બળજબરીથી શરીર સંબંધ બાંધેલ હતો. ત્યારબાદ આ યોગેન્દ્ર રૂમ પરથી જતો રહેલ અને સગીરાએ ગભરાઈ ગઈ હતી.
