સુરતના ડુમસના મધદરિયે ચાલતા ગેરકાયદે ડીઝલ ચોરીના મોટા નેટવર્ક પર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસને બાતમી મળી હતી કે દરિયામાં જહાજોમાંથી ડીઝલ ચોરી કરી તેનું કાળુંબજાર કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે મધદરિયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાજ (Barge) અને ક્રેન ચાલકો સહિત અંદાજે 35 જેટલા લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી ડીઝલ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


મધદરિયે 'કાળુંબજાર'

સમગ્ર રેકેટની વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા અત્યારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડ લાંબા સમયથી ચાલતું હોવાનું અને તેમાં અનેક મોટા માથાઓ સામેલ હોવાની આશંકા છે. જોકે, આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો અને માસ્ટરમાઈન્ડ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ આ તપાસ દ્વારા એ જાણવા માંગે છે કે ચોરીનું આ ડીઝલ ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને તેમાં કયા કયા મધદરિયાઈ વ્યવસાયિકોની મિલીભગત છે.

આ પણ વાંચો : Ahmedabad News : હાટકેશ્વર સર્કલ પાસે પાઈપલાઈનમાં મોટું ભંગાણ, રસ્તાઓ બન્યા નદી...

  • Follow us on: