સુરત શહેર સમગ્ર વિશ્વમાં હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. જોકે, હવે સુરત શહેર જાણે ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. સુરતમાં દર દસમા દિવસે એક હત્યાનો બનાવ નોંધાતો હોવાનો એક RTIમાં ખુલાસો થયો છે. સુરતમાં છેલ્લા 3 વર્ષમાં હત્યાના કુલ 112 કેસ નોંધાયા છે. આ આંકડા મહામંત્રી દર્શન નાયક દ્વારા કરવામાં આવેલી RTIમાં સામે આવ્યા છે.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી
હત્યા ઉપરાંત સુરતમાં અન્ય ગુનામાં પણ વધારો થયો છે. જેમાં ચોરીના 1875 કેસ, દારૂબંધીના 34505 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 3 વર્ષમાં NDPSના 103 કેસ નોંધાયા છે. આ આંકડાને ધ્યાનમાં રાખીએ તો સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ જણાઈ રહ્યું છે.
