સુરતમાં 13 વર્ષથી ફરાર થયેલો હત્યાનો આરોપી ઝડપાયો છે. પાંડેસરા વિસ્તારમાં 13 વર્ષ પહેલા પત્નીની હત્યા કરી હતી. આરોપી બબલુ રામબાબુ કેવટને કોસંબા ખાતેથી ઝડપી લેવાયો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને હત્યા કરી હતી. પોલીસ પકડથી બચવા આરોપી ઓળખ છુપાવતો હતો. આરોપી મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.

ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપી પાડ્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેની હત્યા કરનારો પતિ છેલ્લા 13 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. સુરત ક્રાઈમ બ્રાંચે આરોપી બબલુ કેવટને કોસંબાથી ઝડપી લીધો હતો. વર્ષ 2014માં આરોપીએ પોતાની પત્નીની હત્યા કરી હતી અને ત્યાર બાદ ફરાર થઈ ગયો હતો.આરોપી પોલીસ પકડથી બચવા માટે પોતાના અલગ અલગ નામના આધારકાર્ડ બનાવી ઓળખ છુપાવતો હતો. તે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. હાલ ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપીને તેનો કબજો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: AMTSનું દેવુ પાંચ હજાર કરોડ જેટલું છે, આગામી દિવસોમાં 300 કરોડ સુધી વધી શકે