અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્કૂલ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેની સાથે શહેરની લાઈફ લાઈન ગણાતી AMTS બસનું પણ 2026-27નું 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરવામાં આવેલા આ બજેટમાં આગામી દિવસોમાં સુધારા વધારા કરવામાં આવશે અને ત્યાર બાદ ચેરમેન દ્વારા સુધારેલું બજેટ રજૂ કરવામાં આવશે. હાલમાં AMTSનું દેવુ પાંચ હજાર કરોડ રૂપિયા જેટલું છે. જે આગામી દિવસોમાં 300 કરોડ સુધી વધી શકે છે.

નવા પાર્કિંગ ડેપો બનાવવાનું આયોજન

AMTSના ડ્રાફ્ટ બજેટની મુખ્ય જોગવાઈઓ જોઈએ તો, વર્ષ 2030 સુધીમાં તમામ AC બસો દોડતી કરાશે. શહેરમાં રૂટનું અર્થઘટન કરીને જરૂરિયાત પ્રમાણે બસોની ફ્રિક્વન્સી વધારવાનું આયોજન છે. શહેરમાં સરખેજ ચોકડી, AMC સિવિક સેન્ટર પાસે આવેલા AMTSના પ્લોટમાં તેમજ જરૂરિયાત મુજબ ડેપો ટર્મિનસ ડેવલપ કરવા તેમજ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવા પાર્કિંગ ડેપો બનાવવાનું આયોજન છે.

બે મોબાઈલ તાલીમ વાહનો સંચાલિત કરાશે

AMTSની ઈલેક્ટ્રીક બસો માટે જમાલપુર, વાસણા, વાડજ અને મેમનગર ડેપોમાં 15મા નાણાંપંચની ગ્રાન્ટ મેળવી સોલાર પેનલ સાથે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન છે. AMTS, BRTS અને GSRTCના ઈલેક્ટ્રીક વાહનો માટે કોમન ચાર્જિંગ પોલીસી તેમજ ફંક્શનલ ઈન્ટીગ્રેશન માટેનો રોડમેપ તૈયાર કરાશે. AMTS અને BRTSનું ઓપરેશન તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો પણ રોડમેપ તૈયાર કરાશે. AMTSના ITMS પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવશે.AMTSના ડ્રાઈવર અને કંડકટરો માટે તાલીમ કેન્દ્ર બનાવવાનું આયોજન છે. પીપીપી મોડલ પર બે મોબાઈલ તાલીમ વાહનો સંચાલીત કરવાનું આયોજન છે.


આ પણ વાંચોઃ Ahmedabadનું 1205 કરોડનું સ્માર્ટ શિક્ષણ બજેટ મંજૂર, સ્પોર્ટ્સ અને સ્કોલરશીપ માટે ₹20 કરોડની ફાળવણી