સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ કંપનીના અંડરગ્રાઉન્ડ વીજ વાયરના ડ્રમની ચોરીની ઘટનાનો ઓલપાડ પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાતમીના આધારે રેડ

ઘટનાની મળતી માહિતી અનુસાર, સિવાણ ગામની સીમમાં આવેલી ડાયમંડ કંપનીના કિંમતી અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયરના ડ્રમ ચોરાયા હતા. આ અંગે તપાસ કરી રહેલી ઓલપાડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ચોરીનો મુદ્દામાલ એક ગોડાઉનમાં છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ગોડાઉન પર રેડ પાડી હતી, જ્યાંથી ચોરીનો માલ મળી આવ્યો હતો.

રૂ. 18.27 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે આ ઓપરેશન દરમિયાન ઘટના સ્થળેથી ચોરી થયેલા રૂ. 11,12,000 ની કિંમતના ઇલેક્ટ્રોનિક વાયર, ચોરીમાં વપરાયેલો ટેમ્પો અને 3 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 18,27,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતાથી પંથકમાં ચોરી કરતી ગેંગમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Surat : ભિવંડીથી તેલંગાણા જતો 28 લાખનો પ્લાસ્ટિક દાણાનો જથ્થો કામરેજમાં સગેવગે કરાય તે પહેલા જ LCB ત્રાટકી, 54 લાખનો મુદ્દામાલ જપ્ત