સુરત શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ સુરતની અમરોલી પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. અમરોલી પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કોસાડ આવાસ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ (MD ડ્રગ્સ) ના વેચાણ સાથે સંકળાયેલા એક રીઢા આરોપીને ઝડપી લીધો છે.


કોસાડ આવાસમાંથી થઈ ધરપકડ

અમરોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે કોસાડ આવાસમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મોહમ્મદ સાદિક ઉર્ફે કાલુ સલીમ આમીર શેખ નામના શખ્સને દબોચી લીધો હતો. આરોપી પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

3.57 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ડ્રગ્સ ઉપરાંત શંકાસ્પદ હાલતમાં મળી આવેલા 16 મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂપિયા 3.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એકસાથે આટલા મોબાઈલ ફોન મળી આવતા પોલીસને આશંકા છે કે, આરોપી મોટા પાયે ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યો હતો.




NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

અમરોલી પોલીસ દ્વારા પકડાયેલા આરોપી વિરૂદ્ધ NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સ તે ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં તે કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે.


આ પણ વાંચો - Surat news: નશામાં ધૂત કારચાલકે મારી બે બાઈકને ટક્કર, કારમાંથી મળ્યો દારૂ


  • Follow us on: