આરોપીઓ નશાનો જથ્થો ઓરિસ્સાના જંગલોમાંથી લાવી કતારગામ રેલવે ટ્રેક (પટરી) પર વેચવાની પેરવીમાં હતા. અમરોલી પોલીસને બાતમી મળી હતી કે ઓરિસ્સાના બે યુવકો પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજા સાથે મનીષા ગરનાળા પાસે આવવાના છે.


[[$googlead]]

આ માહિતીના આધારે પોલીસે રાત્રે વોચ ગોઠવી હતી

દરમિયાન સાઈપૂજન રેસિડેન્સીની દીવાલ પાસે શંકાસ્પદ હાલતમાં ઊભેલા બે યુવકોને પોલીસે કોર્ડન કરી લીધા હતા. પકડાયેલા આરોપીઓ કાન્હુચરન સુધીર મહાપાત્રા (ઉ.વ.૨૭) અને કૃનાચંદ્ર ઉર્ફે આલોક સંતોષકુમાર જેના (ઉં.વ.૨૫, બંને રહે. ગંજામ, ઓરિસ્સા) પાસેથી બ્લૂ અને ગ્રે કલરની બેગ મળી આવી હતી. જેની તપાસ કરતા અંદરથી વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો હોવાનું ખૂલ્યું હતું.

ઓરિસ્સાના ગંજામ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી ગાંજો લાવ્યા

પોલીસે કુલ ૯.૯૪૦ કિલો ગાંજો, બે મોબાઈલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ. ૫.૦૭લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ આ ગાંજો ઓરિસ્સાના ગંજામ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી કોઈ અજાણ્યા પાસેથી લાવ્યા હતા. સુરતના કતારગામ વિસ્તારમાં રેલવે પટરી પાસે તેઓ આ માલ છૂટકમાં વેચવાના હતા, પરંતુ તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. અમરોલી પોલીસે બંને વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

[[$alsoread]]



આ પણ વાંચો : Rajkot News : રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 જોડી ટ્રેનમાં કાયમી માટે થર્ડ AC કોચ જોડાશે


  • Follow us on: