આ નિર્ણયથી મુસાફરોને ટિકિટની વધુ ઉપલબ્ધતા સાથે વધુ આરામદાયક મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે. જે ટ્રેનમાં થર્ડ એસ કોચ ઉમેરવામાં આવશે તેમાં ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ અને ઓખા-બિલાસપુર એકસપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા ૪ થી વધારીને ૫ કરવામાં આવી છે.

જેની અમલવારી આગામી મે મહિનાના અંતમાં લાગુ કરાશે

તેમજ રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એકસપ્રેસ અને રાજકોટ-રીવા એકસપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા ૪ થી વધારીને ૫ કરવામાં આવી છે. તેમજ જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ અને હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા ૪ થી વધારીને ૫ કરવામાં આવી છે. તો બીજી તરફ વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ અને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા ૬ થી વધારીને ૭ કરવામાં આવી છે. આ તમામ વ્યવસ્થા આગામી મે મહિનાના અંતમાં શરૂ કરવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં શાળાઓમાં વેકેશનનો સમયગાળો આવતા ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થશે. જેને ધ્યાનમાં રાખી રેલવે પ્રસાશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.