સુરત ક્રાઈમ બ્રાન્ચે 3 નેપાળી આરોપીને ઝડપ્યા છે અને આરોપીઓએ દિવાળી સમયે ડોકટરના બંગલામાં ચોરી કરી હતી અને છેલ્લા ઘણા સમયથી આરોપીઓ નાસતા ફરતા હતા અને સમગ્ર ઘટનામાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓ ફરાર હતા.
દીવાળીમાં ડૉક્ટરના બંગલામાં ચોરી કરી હતી
આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ચોરી કરીને નાસતા ફરતા હતા અને દિવાળી સમયે બંધ બંગલામાં ચોરી કરી હતી અને ડોકટરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી, સુરત ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી હતી અને પોલીસે બાતમીના આધારે 3 આરોપીને ઝડપી પાડયા છે, કયા કયા વિસ્તારમાં ચોરી કરી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.













