સુરતમાં પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે, જેમાં 3 લોકોના મોત થયા છે અને એક દીકરીને સારવાર માટે ખસેડાઈ છે, વેસુ વિસ્તારની હેપી એલિગન્સમાં બની ઘટના અને ઝેરી દવા પીને આપઘાત કર્યો છે, પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, આર્થિક સંકડામણમાં આપઘાત કર્યો હોઈ શકે છે.
ઝેરી દવા પી સામૂહિક આપઘાત કર્યો
સુરતમાં સામૂહિક આપઘાતમાં 3 લોકોના મોત નીપજ્યા છે અને પતિ-પત્ની, દીકરીનું મોત થયું છે અને એક દીકરીનો બચાવ થયો છે, વૈભવ રુંગટા નામનો વ્યકિત રૂપિયા માટે ત્રાસ આપતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે અને આપઘાત કરનારે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો છે અને તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
