ઔદ્યોગિક વિકાસમાં હરળફાણ ગતિએ આગળ વધી રહેલા સુરતમાં અન્ય રાજ્યોના લોકોની અવર-જવર સતત વધી રહી છે. જેની અસર સુરત એરપોર્ટ પર પેસેન્જરોના આંકડાઓ પર થી દેખાઈ આવે છે. જાન્યુઆરી મહીનામાં સુરત એરપોર્ટે તેના પાછલા તમામ રેકોર્ડ બેક કર્યા છે. ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પેસેન્જર મળી કુલ ૧,૭૧,૫૮૦ યાત્રીઓએ સુરત એરપોર્ટ પર અવર-જવર કરી હતી.
664.10 ટન કાર્ગોની પણ બુકિંગ કરવામાં આવી હતી
ડાયમંડ અને સિલ્ક સીટી તરીકે દેશ દુનિયામાં પ્રખ્યાત સુરત શહેરમાં વેપાર, કામ-ધંધા અને સામાજિક કારણોસર લોકોની અવર-જવરમાં વધારો થયો છે. ઉપરાંત સમય નહી બગડે તે માટે પણ લોકો હવે હવાઇયાત્રાને પ્રાધાન્યતા આપી રહ્યા છે. સુરત એરપોર્ટ પર જાન્યુઆરી મહીનામાં કુલ ૧,૪૪૭ ફ્લાઇટ મુવમેન્ટ થઇ હતી. જેના થકી સુરત એરપોર્ટ પર ૧,૭૧,૫૮૦ યાત્રીઓ નોંધાયા હતા. જેમાં ૨૩,૬૬૦ આંતરરાષ્ટ્રીય અને ૧,૪૭,૯૨૦ ડોમેસ્ટિક પેસેન્જર હતા. તે સિવાય ૬૬૪.૧૦ ટન કાર્ગોની પણ બુકિંગ કરવામાં આવી હતી.













