સુરતમાં બેફામ બાઈકચાલકના કારણે માસૂમનું મોત થયું છે અને જય મહાદેવ નગરમાં બાળક ઘર પાસે રમી રહ્યો હતો તે દરમિયાન બાઈકચાલકે બાળકને ઢસડયો હતો અને ગંભીર ઈજાના કારણે બાળકનું ઘટના સ્થળે મોત થયું હતુ, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે. ત્રણ સવારીમાં હતા અકસ્માત કરનાર યુવકો.


[[$googlead]]

બાઇકચાલકે બાળકને 20 મીટર સુધી ઢસડ્યો હતો

સુરતમાં બાળકને કચડી નાખતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બાળકને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતુ, પલસર બાઇક પર ત્રણ યુવકો સવાર હતા અને બેફામ બાઇક ચલાવી યુવકે બાળકનો ભોગ લીધો છે, તો ઘટનામાં પરિજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતદેહને પીએમ માટે ખસેડયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, બાળક રમી રહ્યો હતો અને ફુલ સ્પીડમાં બાઈકના ચાલકે ઘટનાને અંજામ આપ્યો હતો.

સુરતના પાંડેસરામાં બેફામ બાઈક ચાલકે 5 વર્ષીય બાળકનો જીવ લીધો

તો બીજી તરફ આ ઘટનામાં પરિજનોનું કહેવું છે કે, પલસર બાઈક પર ત્રણ યુવાનો હતા અને 70 થી 80ની રફતારે યુવક બાઇક ચલાવી રહ્યો હતો અને બાળકને કચડી 20 મીટર સુધી બાઇક ચાલકે ઘસડ્યો હતો, ઘર પાસે રમતા બાળકનું અકસ્માતમાં મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન છે અને પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, અકસ્માત સર્જનાર યુવક પોલીસ પકડની બહાર છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Amreli Breaking News : અમરેલી કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ઇ-મેઇલથી ધમકી મળતા પોલીસ પણ દોડતી થઈ


 

  • Follow us on: