અમરેલી કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને સરનામું અને ઓળખ ગુપ્ત રાખી ઇ-મેઇલ કરાયો હતો, 10 લીટીમાં ધમકીભરી ભાષાનો ઉપયોગ કરી મેઇલ કર્યો હતો અને અજાણા વ્યક્તિ સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે, સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.
અમરેલી કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
કલેક્ટર કચેરીને ઇ-મેઇલ આઇડી ઉપર મળી હતી ધમકી અને સરનામું અને ઓળખ ગુપ્ત રાખી મેઈલ કરવામાં આવ્યો છે, અજાણ્યા શખ્સે 10 લીટીમાં જુદી જુદી ધમકી ભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો અને આ ઈમેલ મળ્યા બાદ સ્થાનિક પોલીસ હકતમાં આવી હતી અને સમગ્ર અમરેલી કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર કચેરીના અધિકારી અશોકકુમાર મકવાણાએ મેઇલ કરનાર અજાણ્યા શખ્સ સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જુદી- જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
કલેકટર કચેરીની કામગીરીમાં ખલેલ પહોંચાડી લોકોમાં ભય ફેલાવી ધમકી ભર્યા મેઈલ અંગે અજાણ્યા શખ્સો સામે ભારતીયા ન્યાય સંહિતાની કલમ 351( 4), 353 (1), (B) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની ગંભીરતાને ધ્યાને લેતા તપાસ એસઓજી પીઆઈ આર.ડી.ચૌધરીને સોંપાઈ છે.
આ પણ વાંચો : Tharadમાં ભારતમાલા હાઇવે પર ટ્રકે મારી પલટી, જુઓ Video









