અકસ્માત બાદ ટ્રક પલટી જતા ટ્રક ચાલક ફસાયો હતો અને ફાયર ટીમે ભાર જહેમત બાદ ટ્રક ચાલકને બચાવ્યો હતો, ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી, ટ્રકમાં કોલસા ભરેલા હતા અને પલટી મારી હતી.
થરાદ નજીક અકસ્માતની ઘટના
ભારત માલા હાઇવે પર કરછ તરફથી આવી રહેલ કોલસો ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી અને ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારતા કોલસો હાઇવે પર વીર વિખેર થયો હતો અને ટ્રક અકસ્માત બાદ ટ્રક શીર્ષાસન હાલતમાં ટ્રક ચાલક ફસાયો હતો, ઘટના સ્થળે આજુ બાજુના વાહનો ચાલકો અને ફાયર ટીમ દોડી આવ્યા હતા અને 1 કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.









