ક્રાઈમ બ્રાંચે ફેક મેસેજ કે ક્લિપ વાયરલ કરનારા તત્ત્વો સામે કડક પગલાં ભરવાની ચિમકી આપી હતી. સાથોસાથ ખરાઇ વિના ઓડિયો ક્લિપ વાયરલ કરનારા યુવક પાસે માફી પણ મંગાવાઈ હતી. શહેરમાં બાળકચોર ટોળકી ફરી રહી હોવાની અફવા વકરી છે. આ અફવાઓને કારણે ઉમરવાડા, ડી. કે.એમ. સર્કલ અને લિંબાયતના ગોવિંદનગરમાં નિર્દોષ લોકો ભીડની રોષનો ભોગ બન્યા હતા.
પોલીસે બે ગુનામાં ભીડ વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો હતો
છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ રીતે બાળકો ચોરી કરવા ગેંગ ફરતી હોવાની અફવા છે. તાજેતરમાં મોટા વરાછામાં ચાર બાળકીઓનું અપહરણ થયાની તથા સિટીલાઇટ પરથી બાળકો ચોરાની અફવા વકરી છે. વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ઓડિયો વાયરલ કરી લોકોમાં ગભરાટ-ઉચાટ ફેલાવાઈ રહ્યો છે.













