ક્રાઈમ બ્રાંચે એક વર્ષથી લૂંટ અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા કુખ્યાત શિવા ઝાલા ગેંગના સાગરીત ઈમરાન ગડ્ડીને જલગાંવથી ઝડપી પાડયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, કુખ્યાત આરોપી ઈમરાન ઉર્ફે ઈમરાન ગડ્ડી લૂંટ અને એનડીપીએસના ગુનામાં વોન્ટેડ છે.


રાવેર ગામે મદીના કોલોનીમાં છુપાયો છે

આરોપી ધરપકડ ટાળવા માટે સુરત છોડી મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રાવેર ગામે મદીના કોલોનીમાં છુપાયો છે. આ માહિતીના આધારે પોલીસે જલગાંવમાં ધામા નાખી ત્યાં વોચ ગોઠવી ઈમરાનને ઝડપી લીધો હતો. પોલીસસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી ઈમરાન મે-2025માં ગેંગ લીડર શિવરાજસિંહ ઝાલા અને અન્ય સભ્યો સાથે મળીને યુવકનું અપહરણ કરી, તેને માર મારી સોનાની ચેઇન, વીંટી અને રોકડની લૂંટ ચલાવી હતી.

ક્રાઈમ બ્રાંચ ગડ્ડીની પૂછપરછ ચલાવી રહી છે

ત્યારબાદ ઓગસ્ટ-૨૦૨૫માં ભાઠેના ખાતેથી SOGએ દરોડા પાડી રૂ. ૧૨ લાખના એમ.ડી. ડ્રગ્સના જથ્થા અને પિસ્તોલ, કાર્ટીઝ સહિત ૩૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જે કેસમાં પણ ઈમરાનનું નામ ખૂલ્યું હતું. આ કેસમાં તેની વિરુદ્ધ કોર્ટ દ્વારા વોરંટ પણ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. બંને ગંભીર ગુનામાં તે વોન્ટેડ હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ઈમરાન ગડ્ડી રીઢો આરોપી છે. તેની સામે વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં અઠવાલાઈન્સ, ઉધના, ખટોદરા, સલાબતપુરા, લિંબાયત અને સચિન GIDC જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યાની કોશિશ, હત્યા, રાયોટિંગ, મારામારી અને આર્મ્સ એક્ટ હેઠળ કુલ ૧૪ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.


આ પણ વાંચો : Banaskantha News : અંબાજી નજીક ગીરીમાળામાં 2.27 કિમી લાંબી ટનલ ખોદાઇ, 115 કિમીની નવી રેલવે લાઇન દ્વારા આબુ જવું સરળ બનશે


  • Follow us on: