જેમાં ૬૦ % થી વધુની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આ ટનલના કારણે ગુજરાતીઓએ માઉન્ટ આબુ જવું હવે વધુ સરળ બની રહેશે. ટ્રેનની મુસાફરીમાં અંદાજે ૨૦ કિ.મી.ની મુસાફરીનું અંતર ઘટી જશે. ૭૦૦ મીટર ટનલ તૈયાર કરી દેવાઈ છે. અંબાજીથી આબુરોડ વચ્ચે કુલ ૧૪ કિ.મી.ની નાની-મોટી ટનલો બનાવાઈ રહી છે. ટનલની અંદર ઓક્સિજન પહોંચાડવા માટે વિશાળ વેન્ટિલેટર મશીન મૂકાયા છે.
ટનલના કારણે માર્ગ સીધો અને ઝડપી બની જશે
અંદાજીત 2798.16 કરોડના ખર્ચે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલવે લાઈનનું કામ વર્ષ ૨૦૨૭ના અંતભાગમાં પૂર્ણ કરી દેવાશે. તારંગા અને અંબાજી જતા શ્રદ્ધાળુંઓને મોટો ફાયદો થશે. કુલ ૧૧૫.૬૫ કિ.મી.ની નવી રેલવે લાઇન થકી હવે ટ્રેન માફરતે માઉન્ટ આબુ જવું સરળ બની રહેશે. તારંગાથી આબુ સુધી ૧૫ રેલવે સ્ટેશનો બનાવાશે. ટ્રેનની મહતમ સ્પીડ ૧૧૦ કિ.મી. પ્રતિ કલાક રહેશે. ગુજરાત અને રાજસ્થાનને નવી રેલ કનેકટીવીટી મળી રહેશે. ટનલ ધરાવતી આ નવી રેલવે લાઈન તૈયાર થઈ જશે લાંબી મુસાફરીમાંથી મુસાફરોને છુટકારો મળશે. સમગ્ર પ્રોજેક્ટમાં લગભગ ૮.૭ કિ.મી.જેટલા ભાગ માટે ટનલ સીધા માર્ગે જશે તેના કારણે મુસાફરીનું અતર અને સમય બંને ઘટી જશે.
