સુરતમાં શારીરિક અડપલા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે આરોપી ઇસ્માઇલ ઝવેરીની કરી ધરપકડ, પરિણીતાએ બુમાબૂમ કરતા ભાગી છૂટ્યો હતો અને ઘરમાં ઘૂસી પરિણીતા સાથે કર્યા હતા અપડલાં, તો ભોગ બનનાર પરિણીતા નોકરીએ પરત આવી ન હતી તેના કારણે દુકાનના માલિકે હદ વટાવી હતી.


નોકરીએ પરત ન આવતા દુકાન માલિકે હદ વટાવી

અડાજણમાં પરિણતાના ઘરમાં ઘૂસી લાજ લેવાના ઇરાદે શારીરિક અડપલાં શખ્સે કર્યા હોવાની વાત સામે આવી છે અને મહિલાએ બુમાબુમ કરતા નરાધમ ભાગી છૂટ્યો હતો, ચોક બજારમાં કાપડનો વેપાર કરતા વેપારીએ આ કરતૂત કરી હતી અને પરિણીતાએ છેલ્લે પોલીસને વાત કરી અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પોલીસની તપાસમાં એવી વાત સામે આવી છે કે, ભોગ બનનાર પરિણીતા આરોપીના ત્યાં નોકરી કરતી હતી.

યુવતીએ નોકરી છોડી દેતા તેની દાઝ રાખી કરતૂત કરી

દુકાન માલિક ઇસ્માઇલ ઝવેરી કે જે પરિણતાને ફોન પર ધમકી આપતો હતો અને વારંવાર હેરાન કરતો હોવાની વાત સામે આવી છે, ભોગ બનનાર નોકરીએ પરત આવી નહી અને તેની દાઝ રાખીને તેણે આ કરતૂત કરી હોવાની વાત સામે આવી છે.


આ પણ વાંચો : Surendranagar News : વઢવાણ ખાતે બે દિવસીય ‘આયુષ મેળા’નો પ્રારંભ, ઇન્જેક્શન વગર પીડારહિત દાંત કાઢવાની 'જાલંધર બંધ' પદ્ધતિ અને પંચકર્મનું લાઈવ પ્રદર્શન


  • Follow us on: