બેંગકોકની ફ્લાઇટના મુસાફરો પર વોચ રાખવા આદેશ કરવામાં આવ્યો છે અને અગાઉ પકડાયેલા પેડરલની પૂછપરછ કરવામાં આવશે, વારંવાર સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી આવતી ફલાઈટમાં ગાંજો ઝડપાતો હોય છે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એક અઠવાડિયા અગાઉ ઝડપાયો હતો ગાંજો
બેંગકોકથી આવી રહેલી ફલાઈટમાં આ ગાંજો ઝડપાયો છે અને બેંગકોકથી સુરત સુધી આ ગાંજો પહોંચ્યો હતો, યુવાધન સુધી ગાંજો પહોંચે તે પહેલા આરોપીઓ અને ગાંજો ઝડપાઈ ગયો હતો. સુરત એરપોર્ટ પરથી વારંવાર ગાંજાનો જથ્થો ઝડપાઈ આવે છે. કસ્ટમ અને ડીઆરઆઈની તપાસમાં સામે આવ્યું છે કે, ગાંજો સીટની નીચે સંતાડીને લાવવામાં આવ્યો હતો, અને બાતમીના આધારે ગાંજો ઝડપાયો છે, આ ગાંજો કોને અને કયાં આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.













