સુરતમાં નોકરાણીએ સોના-ચાંદીના ઘરેણાં ચોર્યા છે અને પીપલોદમાં નોકરાણીએ સોના-ચાંદીના ઘરેણાં ચોરી ફરાર થઈ ગઈ છે, રૂપિયા 1.09 લાખના સોના-ચાંદીના ઘરેણાં ચોર્યા છે અને લગ્ન પ્રસંગ માટે પરિવારે કબાટ ખોલતા દાગીના ગાયબ હોવાની જાણ થઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
ઘર માલિકે નોકરાનીને ફોન કરતા લાજવાને બદલે ગાજી
સમગ્ર ઘટનામાં ઘરના માલિકે નોકરાણીને ફોન કર્યો તો નોકરાણી તેમની પર ગુસ્સે થઈ અને મે ચોરી નથી કરી તેમ બોલવા લાગી હતી અને માલિક પર છેડતીનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી, નોકરાણી 30 જાન્યુઆરીથી ઘરમાં કામ કરવા માટે આવતી ન હતી અને તેને કારણે શંકા ગઈ કે નોકરાણીએ જ ચોરી કરી છે, ત્યારે હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે નોકરાણીને શોધવા માટે ટીમ બનાવી છે.













