સુરતમાં MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, સુરત SOGએ ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપી પાડી છે અને પુણા વિસ્તારમાં લેબોરેટરીમાં બનાવાતું હતું MD ડ્રગ્સ અને 3 શખ્સો લેબમાં ક્રિસ્ટલ બેઝ ડ્રગ્સ બનાવતા હતા અને MD ડ્રગ્સ બનાવી શહેરમાં વેચતા હતા અને તેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે.

સુરત SOG પોલીસે MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપી પાડી

સુરતના પુણા વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપી પાડવામાં આવી છે અને ત્રણ યુવાન લેબોરેટરી ખોલીને ડ્રગ્સ બનાવતા હતા અને બજારમાં તેનું વેચાણ કરતા હતા, આ ડ્રગ્સ કયાં અને કોને આપવામાં આવતું હતુ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, એસઓજી પોલીસને બાતમી હતી અને લેબોરેટરીમાં જઈને તપાસ કરી તો સામે આવ્યું કે શખ્સો ડ્રગ્સ બનાવતા હતા અને તેનું વેચાણ કરતા હતા, પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધીને આરોપીને પુણા પોલીસને સોંપ્યા છે.

1 જાન્યુઆરી 2026ના રોજે પોલીસે15 ગ્રામ MD ડ્રગ્સ સાથે રીઢા ગુનેગારની કરી ધરપકડ

શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન અંતર્ગત સલાબતપુરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી 15 ગ્રામ એમડી (MD) ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ આમીર ઉર્ફે અમુ ગયાજ શેખ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી 15 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ.2.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાંબા સમયથી નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલો હોઈ શકે છે.


આ પણ વાંચો : Surat News : સુરતમાં રફતારના રાક્ષસનો કહેર, અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા યુવકનું હિટ એન્ડ રનમાં મોત