સુરત એરપોર્ટ પર કસ્ટમ અને DRI ટીમનું સંયુક્ત ઓપરેશન પાર પડયું છે જેમાં પ્રવિણ કરમવીર અને પ્રદિપ ભાનની ધરપકડ કરવામાં આવી છે, વિક્રમ બુકલ, અંશુલ ગુપ્તાની ધરપકડ કરી છે, બે દિવસમાં અલગ-અલગ ગાંજા ઝડપાયા છે, એક દિવસ અગાઉ 8 કિલો ગાંજો તો આજે 9 કિલો ગાંજો ઝડપાયો છે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફરી ઝડપાયું ગાંજાનો જથ્થો
બેંગકોકથી આવી રહેલી ફલાઈટમાં આ ગાંજો ઝડપાયો છે અને બેંગકોકથી સુરત સુધી આ ગાંજો પહોંચ્યો હતો, યુવાધન સુધી ગાંજો પહોંચે તે પહેલા આરોપીઓ અને ગાંજો ઝડપાઈ ગયો હતો. સુરત એરપોર્ટ પરથી વારંવાર ગાંજાનો જથ્થો ઝડપાઈ આવે છે. કસ્ટમ અને ડીઆરઆઈની તપાસમાં સામે આવ્યું છે કે, ગાંજો સીટની નીચે સંતાડીને લાવવામાં આવ્યો હતો, અને બાતમીના આધારે ગાંજો ઝડપાયો છે, આ ગાંજો કોને અને કયાં આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.













