જેનું નામ શેરૂ રાખવામાં આવ્યું હતું અને ધામધૂમ રીતે આ પાલતુ પ્રાણી શેરૂને સભ્યોએ સ્વાગત કર્યું હતું, આ ખુશીના દિવસોને 11 વર્ષ વીતી ગયા અને 7મી ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના માલિકના હાથે ઠંડુ પાણી પીને એમના જ ખોળામાં પોતાનો અંતિમ શ્વાસ લીધો, આ દુઃખદ ઘટનાથી પરિવારમાં સન્નાટો ફેલાઈ ગયો, દુઃખ ના વાદળો છવાઈ ગયા હતા.


માણસની જેમ જ શેરૂની અંતિમ વિદાય કરાઈ

પરિવારમાં ચાર બહેનો અને એક ભાઈ હોવાથી તેઓએ બીજો ભાઈ શેરૂને માન્યો હતો, ખૂબ જ વફાદાર અને પ્રેમાળ સ્વભાવનો શેરૂ હતો, ઘરમાં રહેતા માતા પિતાએ પોતાના દીકરાની જેમ શેરૂની દેખ- સંભાળ કરી, સોસાયટીમાં આ પરિવાર પોતાના નામથી નહીં પરંતુ શેરૂ વાળું ઘર તરીકે ઓળખાતું થઈ ગયું પરંતુ શેરૂએ અંતિમ શ્વાસ લીધા બાદ પરિવારના સભ્યોએ નિર્ણય લીધો, જેમ મનુષ્ય ની અંતિમવિધિ થાય છે એવી જ રીતે શેરૂની વિદાય થવી જોઈએ.

સોસાયટીના સભ્યોમાં પણ દુખની લાગણી દેખાઈ

પરિવારના સભ્યો, પાડોશીએ મળીને શેરૂને ફૂલહારથી સજાવી ભગવાનનું નામ લઇ અંતિમ વિધિ કરી, તેમજ ઘરની મોટી દીકરીએ પોતાનો નાનો ભાઈ તરીકે અપનાવેલો શેરૂને આંખોમાં આંસુ લઈ છેલ્લી રાખડી બાંધી હતી, નુષ્યની અંતિમવિધિમાં જે રીતે રીત-રિવાજો પાળવામાં આવે છે, તે જ રીતે ભાવપૂર્ણ રીતે શેરૂને પંચતત્વમાં વિલીન કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં આજથી શાસ્ત્રી બ્રિજની કામગીરી કરાશે શરૂ, એક તરફના બ્રિજનો માર્ગ રખાશે બંધ


  • Follow us on: