સુરતના પાલ વિસ્તારમાં આવેલી એક જાણીતી હોટલમાં અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે પાલ પોલીસે લાલ આંખ કરી છે. ગૌરવપથ રોડ પર આવેલા બેલેઝીમો હબ કોમ્પ્લેક્સમાં કાર્યરત હોટલમાં પોલીસે ગ્રાહક બનીને દરોડા પાડ્યા હતા અને દેહવ્યાપારના નેટવર્કને ઝડપી પાડ્યું હતું.


પોલીસે ગ્રાહક બની ગોઠવી જાળ

પાલ પોલીસને લાંબા સમયથી માહિતી મળી રહી હતી કે બેલેઝીમો હબ કોમ્પ્લેક્સમાં આવેલી હોટલ બેલેઝીમોમાં દેહવ્યાપારની અનૈતિક પ્રવૃત્તિ ધમધમી રહી છે. આ ચોક્કસ બાતમીની ખરાઈ કરવા માટે પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કરીને હોટલમાં મોકલ્યો હતો.

પોલીસની ટીમે હોટલ પર ત્રાટકી દરોડા પાડ્યા

 ડમી ગ્રાહકે સંચાલક સાથે સોદો નક્કી કરી સિગ્નલ આપતા જ બહાર વોચમાં ઉભેલી પાલ પોલીસની ટીમે હોટલ પર ત્રાટકી દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસે દેહવ્યાપારના વ્યવસાય સાથે સંકળાયેલા મુખ્ય આરોપી સાહીલ ઉર્ફે અયાન ઉશ્માનગની ચૌહાણને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: Chotila: પાંજવાણી ગામે 'જય ચામુંડા' લીઝ પર પ્રાંત અધિકારીના દરોડા, 2.85 કરોડનો મુદ્દામાલ જપ્ત

  • Follow us on: