સુરતમાં લોન અને જોબના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો છે, ગેંગના માસ્ટર માઈન્ડ નિતેશ ખવાણી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, આરોપી આંતર રાજ્ય કોલ સેન્ટરનો સૂત્રધાર છે અને તેને ભુજની સ્પેશિયલ જેલમાં ધકેલાયો છે, સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ગત નવેમ્બર મહિનામાં વેલેન્ટાઇન સિનેમા પાસે સ્વસ્તિક યુનિવર્સલમાં ચાલતા ડમી કોલ સેન્ટરના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.


[[$googlead]]

છેતરપિંડીનો માસ્ટર માઈન્ડ આરોપી નિતેશ ખવાણી ઝડપાયો

સુરત સાયબર ક્રાઈમે છેતરપિંડીનો માસ્ટર માઈન્ડ નિતેશ ખવાણીને જેલ હવાલે કર્યો છે, સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા નવેમ્બર મહિનામાં શહેરના બે પોશ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ડુમસ રોડ પર વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલ ‘સ્વસ્તિક યુનિવર્સલ’ બિલ્ડિંગમાં “Smaex Enterprise Pvt Ltd”ના નામે એક ઓફિસ ચાલતી હતી. પાલનપુર ગામ પાસે ‘રોયલ ટાઇટેનીયમ’ બિલ્ડિંગમાં પણ અન્ય એક ઓફિસ દ્વારા ઠગાઈનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.


[[$alsoread]]

આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરના દહેગામમાં દૂધના ભાવને લઈ પશુપાલકોનો હલ્લાબોલ, મધુર ડેરીમાં દૂધ સ્વીકાર પર પ્રતિબંધ !


  • Follow us on: