ગાંધીનગરની મધુર ડેરીમાં દૂધ સ્વીકાર પર પ્રતિબંધ લાગ્યો છે અને પ્રતિબંધ મૂકાતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, ડેરીને તાળાબંધી, અને કલેક્ટર કચેરીએ વિરોધની ચીમકી પશુપાલકોએ કરી છે, ઉત્તમ ડેરી ઓછા ભાવ આપતી હોવાનો આરોપ પશુપાલકો કરી રહ્યા છે, અને અગાઉ મધુર ડેરીએ દૂધ લેવાનું શરુ કર્યું હતું.
ઉત્તમ ડેરી 'બોર્ડ ઓફ નોમિની'માંથી મનાઈ હુકમ લાવી
મનાઇ હુકમ લાવતા મધુર ડેરીએ દૂધ લેવાનું બંધ કર્યું છે અને પશુપાલકોને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધની આપીલ કરી રહ્યા છે, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકો સાથે જોડાયા છે અને દહેગામ તાલુકાનું રોજનું 1.50 લાખ લિટર દૂધ ઉત્પાદન છે અને 70 હજાર લિટર અમદાવાદ સંઘ ખરીદે છે, ગાંધીનગરના દહેગામ તાલુકામાં પશુપાલકો અને અમદાવાદ જિલ્લા ડેરી સંઘ વચ્ચેનો વિવાદ વકર્યો છે. ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર પ્રતિબંધ મુકાતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મધુર ડેરીએ દૂધ લેવાનું બંધ કર્યું છે
નહેરુ ચોકડી પર ચક્કાજામ કર્યા બાદ આજે ડેરીને તાળાબંધી અને કલેક્ટર કચેરીએ દૂધ ઢોળી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દહેગામ તાલુકાનું રોજનું 1.50 લાખ લિટર દૂધ ઉત્પાદન છે, જેમાંથી 70 હજાર લિટર અમદાવાદ સંઘ (ઉત્તમ ડેરી) ખરીદે છે. પશુપાલકોનો આક્ષેપ છે કે, ઉત્તમ ડેરી દ્વારા મધુર ડેરી કરતા કિલો ફેટે ઓછા ભાવ આપવામાં આવે છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે. જેથી થોડાક સમય અગાઉ પશુપાલકોનું દૂધ મધુર ડેરીમાં લેવાનું શરૂ થયું હતું, પરંતુ અમદાવાદ સંઘ દ્વારા 'બોર્ડ ઓફ નોમિની' માંથી મનાઈ હુકમ લાવતા મધુર ડેરીએ દૂધ લેવાનું બંધ કર્યું છે.
ઉત્તમ ડેરી દૂધ શીત કેન્દ્ર પ્લાન્ટની તાળાબંધી
આ નિર્ણયથી નારાજ પશુપાલકોએ આજે દહેગામની નહેરુ ચોકડી પર રસ્તા રોકી 'ચક્કાજામ' કર્યો હતો. જે બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પશુપાલકોને મળવા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ આવી પહોંચ્યા હતા તેમણે પશુપાલકોના હિત માટે આ લડાઈ લડવા ખેડૂતોને ગાંધી ચીંધ્યા માર્ગે અને અહિંસક રીતે વિરોધ કરવા અપીલ કરી હતી. તેમણે પણ પશુપાલકોને તેમનો હક અને યોગ્ય ભાવ મળવા જ જોઈએ તેવો વિચાર પશુપાલકો સમક્ષ વ્યક્ત કર્યો હતો.
પશુપાલકો ડેરી સામે લડી લેવાના મૂડમાં છે
પશુપાલકો દ્વારા બુધવારે સવારે દહેગામમાં હરસોલી ચોકડી પાસે આવેલા ઉત્તમ ડેરી દૂધ શીત કેન્દ્ર પ્લાન્ટની તાળાબંધી કરાઈ છે અને જિલ્લા કલેક્ટર કચેરી સામે દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, દહેગામ મામલતદારની મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી દેખાવો કરવામાં આવનાર હોવાનું પશુપાલક આગ્રણીઓએ જણાવ્યું હતું કે, હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને ડેરી સંઘ પશુપાલકોની આ માગણી સંતોષે છે કે પછી આ આંદોલન વધુ ઉગ્ર બને છે.
આ પણ વાંચો : Ahmedabad News : ITની સાથે GST પણ પાન નંબરના આધારે કરદાતાને નોટિસ આપશે









