સુરતના રાંદેરમાં તાડવાડી શાકભાજી માર્કેટમાંથી ડ્રગ્સ ઝડપાયું છે અને ડ્રગ્સની બાતમી મળતાની સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જેની પાસેથી રૂ. 53 હજારનું ડ્રગ્સ મળી આવ્યું છે અને 95 હજારનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે, પોલીસે આરોપી નઝીલ રશીલ સૈયદની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.
સુરતના રાંદેર વિસ્તારમાંથી ઝડપાયું MD ડ્રગ્સ
સુરતના તાડવાડી શાકભાજી માર્કેટમાં વેચાતું હતું MD ડ્રગ્સ અને પોલીસને બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી છે, આરોપી અલગ-અલગ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને આ ડ્રગ્સ કયાંથી લાવી કોને આપતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, ડ્રગ્સ કેસને લઈ પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો પણ નોંધ્યો છે. ડ્રગ્સ આપનાર બે ઈસમોને પોલીસે વોન્ટેડ બતાવી શોધખોળ હાથ ધરી છે.
ગઈકાલે સુરતમાંથી ઝડપાઈ હતી ડ્રગ્સ બનાવતી લેબોરેટરી
ડ્રગ્સ હેવન બની રહેલા સુરત શહેરમાં મેફેડ્રોન બનાવતી લેબોરેટરી મળી આવી હતી. લક્ઝરી એસો.ના પૂર્વ પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદમાં ગુજરાતના વ્યાપારી અધ્યક્ષ દિનેશ અણઘણની પુત્રીએ પરવટ પાટિયાના પોલારીસ મોલમાં શરૂ કરેલી ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં એસ.ઓ.જી.એ રેડ કરી હાઈપ્યોરિટી મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું નેટવર્ક ઝડપી પાડયું હતું. પોલીસે અહીં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના નામે લેબનો એક પોર્શન રાખનાર ટેકનિશિયન સહિત ત્રણની ધરપકડ કરી ૧૭ ગ્રામ મેફેડ્રોન અને તે બનાવવા માટે ઉપયોગી રો-મટીરિયલ સહિત ૨.૯૨ લાખની મતા સીઝ્ડ કરી હતી. એક વર્ષથી અભ્યાસ માટે લંડન ગયેલો અમરોલીનો જનક જાગાણી માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો : Ankleshwar News : અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક, મંદિરે દર્શન કરવા આવેલા દંપતીને ઢોરે બાનમાં લીધા