પ્રિસ્ક્રિપ્શન વગર એનેસ્થેસિયાના ઈન્જેક્શન ક્યાંથી લીધા તે સવાલ છે અને પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે, પોલીસે પરિવાર અને મિત્રવર્તુળોની કરી પૂછપરછ અને બાથરૂમના વોશબેસિન પરથી જોશનાની બેગ મળી આવી હતી, બેગમાંથી જોસનાના રૂપિયા, મોબાઈલ મળી આવ્યો હતો.
જોસનાની સાથી મિત્ર રોશનીના ફોટા મળી આવ્યા હતા
ડિંડોલીની બે આશાસ્પદ વિદ્યાર્થિનીના સણિયા કણદેમાં આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં કયા કારણે આપઘાત કર્યો એ મામલે પોલીસે મૃતક બંને વિદ્યાર્થિનીઓના વાલીઓની પૂછપરછ હાથ ધરીને નિવેદન નોંધ્યા હતા, તેમજ એનેસ્થેસિયાના ઈન્જેક્શન ક્યાંથી મેળવ્યા જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલીના રામી પાર્કમાં રહેતા શરદ શિરસાઠ વજનકાંટાનો ધંધો કરી પત્ની અને ૧૮ વર્ષીય પુત્રી રોશની અને ડિંડોલી શિવવાટીકામાં રહેતા અતુલ ચૌધરી ૨૦ વર્ષીય પુત્રી જયોત્સનાએ સણિયા કણદે ગામે સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં રહસ્યમય રીતે આપઘાત કર્યો હતો.
એનેસ્થેસિયાના ઇન્જેક્શનનો ડોઝ લઈને અંતિમ પગલું ભર્યું હતું
આ ચકચારી ઘટનામાં બંને બહેનપણીએ કયા કારણે આપઘાત કર્યો એ બાબતે પોલીસે વાલીઓના નિવેદન નોંધ્યા હતા. નિવેદનમાં વાલીઓની કેફિયતના આધારે પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે. હકીકતમાં નાનપણથી મિત્ર એવી આ બંને વિદ્યાર્થિનીઓના વાલી માટે પણ આ બાબત અકળ છે. પરિવાર તો અગાઉ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ બંનેના કોઈ સગડ ન મળતાં બંનેના મોબાઈલના લોકેશનના આધારે તપાસ કરતા સણિયા કણદેમાં આવેલ નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરનું લોકેશન મળ્યું હતું.
એનેસ્થેસિયાના ઇન્જેક્શન ક્યાંથી મેળવ્યા હતા ?
આ પ્રકરણમાં હાલ સૌથી ચોંકાવનારી તપાસ એ દિશામાં પણ થઈ રહી છે કે, વગર પ્રિસ્ક્રિપ્સન આ બંને યુવતીઓએ એનેસ્થેસિયાના ઇન્જેક્શન ક્યાંથી મેળવ્યા હતા? બંને આશાસ્પદ વિદ્યાર્થીઓએ કયા કારણે આપઘાત કર્યો એ બાબતે અનેક ચર્ચા સાથે તર્ક-વિતર્કો સામે આવી રહ્યા છે. આત્મીય સંસ્કારધામ સાથે સંકળાયેલા કેટલાક જવાબદારોની પણ આગામી દિવસોમાં તપાસ થઈ શકે છે તેવી શક્યતા હાલ નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો : Gujarat News : બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતગણતરી થશે શરૂ, અમદાવાદમાં બે સેન્ટરમાં ચૂંટણી યોજાઈ હતી