સુરતના પાંડેસરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતી એક 14 વર્ષની સગીરાને તેના જ પાડોશમાં રહેતા 20 વર્ષીય વિકાસ બિરુ નામના યુવકે હવસનો શિકાર બનાવી હતી. નરાધમ વિકાસ સગીરાને લલચાવી-ફોસલાવીને ઘરની છત ઉપર લઈ ગયો હતો, જ્યાં તેણે કિશોરીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ જઘન્ય અપરાધ બાદ કિશોરી ઘરે પહોંચી હતી, પરંતુ તેની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી.
વિશ્વાસઘાત અને હેવાનિયત
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કિશોરીને અચાનક ભારે બ્લીડિંગ થવા લાગ્યું હતું. બાળકીની તબિયત બગડતા ગભરાયેલા માતા-પિતાએ પૂછપરછ કરતા કિશોરીએ પોતાની સાથે થયેલી આપવીતી રડતા-રડતા વર્ણવી હતી. દીકરીની વાત સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તુરંત જ માતા-પિતાએ પાંડેસરા પોલીસ મથકે પહોંચી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને નરાધમ વિકાસ બિરુની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ પણ વાંચો : Ahmedabad News : હાઇકોર્ટની ફટકાર, ‘સેવન્થ ડે સ્કૂલે પોતાને પૈસા છાપવાનું મશીન બનાવી દીધું છે, સુરક્ષાનું શું?’