દક્ષિણ ગુજરાતના પટ્ટા પર મોટા પાયે દારૂનું કટિંગ અને દારૂનો ધંધો કરનાર કુખ્યાત બુટલેગર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે, પરમેશ્વર ઉર્ફે સાધુ રામજી પાન્ડેને પોલીસે ઝડપ્યો છે, આરોપી સામે દક્ષિણ ગુજરાતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા છે અને 14 જેટલા ગુના નોંધાયા હોવાની વાત સામે આવી છે.


બાતમીના આધારે ઓપરેશન પાર પાડી આ રીઢા ગુનેગારને જેલ ભેગો કર્યો

આરોપી પોલીસના ચોપડે વર્ષ 2021થી ફરાર હતો અને ભાગતો ફરતો હતો આરોપી વિરુદ્ધ દારૂબંધીના અનેક ગુનાઓ નોંધાયા છે અને પોલીસથી બચવા અનેક જગ્યાએ ફરતો રહેતો હતો, આરોપી પરમેશ્વર ઉર્ફે સાધુ પાન્ડે મૂળ બિહારના ચંદૌલી જિલ્લાનો વતની છે અને હાલ સુરતના ભેસ્તાન તથા વલસાડના વાપીમાં રહેતો હતો. સુરત શહેર, સુરત ગ્રામ્ય, નવસારી અને વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં આરોપી વિરુદ્ધ દારૂબંધીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

દમણથી દારૂનું ચલાવતો હતો નેટવર્ક

આરોપી દમણ અને સેલવાસથી દારૂનો જથ્થો ખરીદતો હતો અને તેનું વેચાણ કરતો હોવાની વાત સામે આવી છે, જેમાં સુરત ડીસીબીમાં 3, પારડીમાં 1, ગણદેવીમાં 1, ચીખલીમાં 1, કડોદરા જીઆઈડીસીમાં 3, વલસાડ રૂરલમાં 1, વાપી ટાઉનમાં 3 અને વેજલપુરના 1 ગુનાનો સમાવેશ થાય છે. તેની સામે ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ-2017ની કડક કલમો 65(એ), 65(ઇ), 81, 98(2) અને 116(ખ) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા છે. તેમજ છેતરપિંડી (IPC 465, 468, 471) અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમો હેઠળ પણ તેની સામે કાર્યવાહી થયેલી છે.


આ પણ વાંચો : Junagadh અંબાજી મંદિરમાં પાંચ લોકો દ્વારા દાનની રકમમાં ગેરરીતિની ફરિયાદ, જુઓ Video



  • Follow us on: