દાનની રકમમાં મોટી આર્થિક ગેરરીતિ આચરી હોવાની વાત સામે આવી છે, ગર્ભગૃહમાં અનધિકૃત પ્રવેશ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, કુલ 11 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ભવનાથ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીના તપાસ રિપોર્ટના આધારે મંદિરમાં માસ અને મદિરાનું સેવન કરનાર અને મંદિરની દાનપેટીમાંથી દાનના રૂપિયાની ગેરરીતિ આચરનારા 11 સામે વહીવટદારને પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે.
પૂજારીઓ જ દાનની રકમ સેરવતા હતા
અન્ય એક ઘટનામાં મંદિરના પૂજારીઓ ભાવિકો દ્વારા ધરવામાં આવતા દાનની રકમની ગેરરીતી કરતા હોવાનું પણ વાયરલ થયેલા વિડીયોમાં સામે આવ્યું છે જેમાં કેટલાક પૂજારીઓ દ્વારા દાન પેટી પર કપડું રાખીને ભક્તો દ્વારા દાનમાં આપવાના રૂપિયા દાન પેટી કે મંદિર માં જમા કરાવતા નહીં પરંતુ પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે રાખીને અનિયમિતતા આચરતા હોવાનું સામે આવ્યું છે. જે લોકો વિડીયોમાં નાણાકીય ગેરરીતી કરતા જોવા મળ્યા છે તે પૈકીના એક જ વ્યક્તિ મંદિરનો અધિકૃત નિમાયેલો પૂજારી હતો, બાકીના તમામ લોકો અનઅધિકૃત રીતે મંદિરમાં દાનના રૂપિયાની ગેરરીતી કરતાં જોવા મળ્યા હતા.









