સુરતના ઉમરપાડા તાલુકામાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે, સુરત ગામ્ય એલસીબીએ ચારેય નરાધમોને ઝડપી પાડયા છે, આરોપી મિતેષ વસાવા, આકાશ ચૌધરી, રાહુલ વસાવા અને એક સગીરને ઝડપી પાડ્યો છે, 14 વર્ષીય કિશોરી પર આચરવામાં આવ્યું આવ્યું હતું દુષ્કર્મ અને ઉમરપાડા તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા તમામ લોકો અને કિશોરીને અવાવરૂ જગ્યા પર લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ.

ઉમરપાડામાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મની ઘટના

ઉમરપાડામાં એક જગ્યા પર લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો તે દરમિયાન ચાર આરોપીએ ભેગા મળીને કિશોરીનું અપહરણ કર્યુ હતુ અને ત્યારબાદ અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, તો ઘટનાની જાણ કિશોરીએ તેના પરિજનોને કરી હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને કિશોરીના શારિરિક રીપોર્ટ પણ કાઢવામાં આવ્યા હતા, 14 વર્ષીય બાળકી સાથે બનેલી આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા.

ચાર આરોપીની પોલીસે કરી ધરપકડ

સુરત જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરીને આ ઘટનાને અંજામ આપનાર ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. આ ચાર આરોપીઓ પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


આ પણ વાંચો : Railway News : ભાવનગર ટર્મિનસ–અયોધ્યા કેન્ટ એક્સપ્રેસનો માર્ગ પરિવર્તન અને સ્ટોપેજ તાત્કાલિક રીતે રદ