સુરતના ભેસ્તના વિસ્તારમાં ભેસ્તાન પોલીસની કામગીરી સામે સ્થાનિકોએ સવાલ ઉભા કર્યા છે, દેશી દારૂના અડ્ડા પર રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડયો છે અને પોલીસની કામગીરી સામે સ્થાનિકોએ સવાલ ઉભા કર્યા છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં સ્થાનિકોએ કરી દારૂ રેડ

સુરતના ભેસ્તાન વિસ્તારમાં સ્થાનિકોએ દેશી દારૂના અડ્ડા પર રેડ કરી છે અને રેડ કરીને દેશી દારૂની પોટલીઓ ઝડપી પાડી છે, ભગવતીનગરમાં દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ મામલે પોલીસના ચોપડે હજી કઈ નોંધાયું નથી, સ્થાનિકઓ ઘરમાં ઘુસીને દારૂનો જથ્થો ઝડપી પાડયો હોવાની વાત સામે આવી છે, લોકોના ટોળાએ દારૂ ઝડપી પોલીસને સોંપ્યો હતો.

સ્થાનિકોએ ભગવતીનગરમાં દારૂના અડ્ડા પર કરી રેડ

વીડિયોમાં જાગૃત નાગરિક સાથે પોલીસ કર્મચારીની વાતો પણ સામે આવી છે અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના વહીવટદાર અનિલ ચૌધરી સાથેની વાતો પણ સામે આવી છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, પોલીસને જાણ છે તેમ છત્તા દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે, ત્યારે પોલીસની કામગીરી સામે આક્ષેપ પણ કરવામાં આવ્યા છે, સ્થાનિકોનું કહેવું છે કે, પોલીસને જાણ છે કે, દારૂ વેચાઈ રહ્યો છે તેમ છત્તા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો, પવનોની દિશા બદલાતા શહેરીજનો ઠુંઠવાયા