સુરતમાં ડીસીપી ઝોન 1ની એલસીબી ટીમે ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન ઝડપી પાડયું છે, વરાછા વિસ્તારમાંથી આ ગોડાઉન ઝડપાયું છે અને પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા છે, પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે, આ કેસમાં અનેક ખુલાસા થવાની શકયતા છે.


DCP ઝોન 1 LCB દ્વારા ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન ઝડપી પડાયું

વરાછા વિસ્તારમાંથી ઝડપાયું ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન અને પોલીસે 41 લાખની ડુપ્લિકેટ દોરી ઝડપી પાડી છે, સમગ્ર ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી અને ડુપ્લિકેટ દોરીનું કૌંભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, પોલીસે કુલ મળીને બોબીન 5310 નંગ જેની કિંમત 41 લાખ થાય છે.

અલગ અલગ કંપની સ્ટીકરો લગાવી બજારમાં વેચાણ કરતા હતા

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ અલગ-અલગ કંપનીના સ્ટીકર લગાવીને બજારમાં તેનું વેચાણ કરતા હતા, 1100નું બોબીન 300 રૂપિયામાં વેચાણ કરતા હોવાની વાત સામે આવી છે, અને ઓછા રૂપિયામાં આપીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા, અત્યાર સુધી કોને કોને આ દોરી વેચાણ કરવામાં આવી અને કયાં વેપારીઓને બજારમાં આ દોરી અપાઈ છે તેને લઈ તપાસ શરૂ કરાઈ છે.


આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથ મંદિરના માધ્યમથી 363 મહિલાઓને વર્ષે રૂ.9 કરોડની મળે છે રોજગારી



  • Follow us on: