સુરતના ગોડાદરામાં હત્યા કરે તે પહેલા યુવકોની ધરપકડ પોલીસે કરી છે, પોલીસે જાહેર રોડ પરથી જ શખ્સોને ઝડપી પાડયા છે અને ઝડપાયેલા શખ્સો પાસેથી તિક્ષ્ણ હથિયાર પણ મળી આવ્યા છે, માત્ર એક હજારની લેતી દેતીમાં આરોપીઓ ઘાતક હથિયાર લઇ નીકળ્યા હતા અને પોલીસને બાતમી મળતા પોલીસે રોડને કોર્ડન કરી ઝડપી પાડયા છે.


[[$googlead]]

પોલીસે ફિલ્મી ઢબે તમામ 7 લોકોને ઝડપી લીધા

સુરતના ગોડાદરમાં ફિલ્મી ઢબે પોલીસે હત્યા થાય તે પહેલા જ 7 શખ્સને દબોચી લીધા છે, પોલીસે અદભૂત પૂર્વક સતર્કતા દાખવી શખ્સોને ઝડપી પાડયા છે, તો હુમલો કરવા નીકળેલા લોકેને પોલીસે જાહેર રોડ પર દબોચ્યા છે, તો પોલીસે તો એક શખ્સના ખભે ચઢી ગઈ અને તેને ઝડપી પાડયો હતો, સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે, તો શખ્સો પણ ભાગી શકયા ન હતા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, પોલીસે શખ્સોની વધુ પૂછપરછ કરી છે.

સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો

તો પ્રાપ્ત માહિતી અનુસાર આ શખ્સો સચિન ચૌધરી નામના વ્યકિતની હત્યાનો પ્લાન કરી રહ્યાં હતા અને પોલીસે તે પહેલા જ તેમને ઝડપી પાડયા છે, આસપાસ લોકોના ટોળા ઉમટયા હતા અને લોકો ગભરાઈ ગયા હતા, ફરિયાદી સચિન ધર્મેન્દ્રભાઈ ચૌધરી પાસે આરોપીઓએ અગાઉ ઉછીના આપેલા 1,000 રૂપિયાની કડક માંગણી કરી હતી. સચિને અત્યારે આ રકમ આપવાની અસમર્થતા દર્શાવતા મામલો એકાએક બીચક્યો હતો. આરોપી કનૈયા, દીપક અને તેના અન્ય મિત્રોએ સચિનને ફોન પર બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

[[$alsoread]]


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરની કાયાપલટ કરવા સરકાર કટિબદ્ધ, આગામી સમયમાં રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સાકાર થશે


  • Follow us on: