પોલીસ પરિજનોના નિવેદનની જોઇ રહી છે રાહ અને ગુનો દાખલ થયા બાદ વધુ ખુલાસો થશે, એક મહિલાએ તુલાર ઘેલાણીને ફસાવ્યા હતા અને તેનો પીછો છોડતી ન હતી મહિલા તેના કારણે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પરંતુ આ મામલે હજી મહિલા સામે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.


તુષાર ઘેલાણી આપઘાત કેસમાં નવો વળાંક

સુરતમાં 1 ફેબ્રુઆરીના રોજ લાયસન્સવાળી રિવોલ્વરથી બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાત કર્યો હતો અને પરિજનો તેમને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ, હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને તેમાં સૂત્રો તરફથી એવી વાત સામે આવી છે કે, એક મહિલા તેમને બ્લેકમેઈલ કરી રહી હતી અને દીકરીનો પ્રસંગ બગાડવાની વાત કરતી હતી જેથી બિલ્ડરે આપઘાત કર્યો છે.

તુષાર ઘેલાણીની દીકરીના 5 ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા

5 ફેબ્રુઆરીના રોજ તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન થવાના હતા અને તેના ચાર દિવસ પહેલા બિલ્ડરે આપઘાત કરી લીધો છે, હાલમાં પરિજનો ઉત્તરક્રિયાની વિધીમાં છે પરંતુ તે પત્યા બાદ તેમના પરિજનો ગુનો નોંધાવી શકે છે અને મહિલા કોણ છે તેનું નામ સામે આવ્યું નથી, પોલીસે મોબાઈલ ફોન પણ તપાસ માટે લીધો છે અને તે તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ નિવેદન મીડિયાને આપી શકે છે કે, બિલ્ડરના આપઘાત પાછળનું કારણ શું છે.


આ પણ વાંચો : Kheda News : નડિયાદના ટુંડેલ ગામે વરઘોડામાં DJ પર ચઢી પેન્ટ ઉતારી અશ્લીલ હરકત કરનાર 4 ઝડપાયા


 

  • Follow us on: