ડાયમંડ સિટી સુરતના વરાછા વિસ્તારમાં એક જાણીતા ઉદ્યોગપતિના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. વરાછામાં રહેતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના નિવાસસ્થાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જોકે, ચોરની એક નાનકડી ભૂલ અને સુરત પોલીસની સજાગતાને કારણે આરોપી જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે.


[[$googlead]]

સીસીટીવીમાં કેદ થઈ ચોરીની લાઈવ ઘટના

ચોરીની સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે, ચોર અત્યંત બિન્દાસ્ત રીતે ઘરમાં ઘૂસ્યો હતો અને જાણે પોતાનું ઘર હોય તેમ બેડ પર બેસીને કિંમતી સામાનની ફંફોસણ કરી રહ્યો હતો. તસ્કર ઘરમાંથી રોકડ અને દાગીના સહિત કિંમતી મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

મોબાઈલ ફોને કરાવ્યા જેલના દર્શન

ચોરી કર્યા બાદ આરોપીએ મોબાઈલ ફોન સાથે રાખ્યો હતો, જે તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. વરાછા પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.

[[$alsoread]]




મુદ્દામાલ રિકવર

વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપી પાસેથી ચોરી કરેલો મોબાઈલ ફોન અને અન્ય સામાન સહિત કુલ 1.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો છે. હાલ વરાછા પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તેની અગાઉની કોઈ ગુનાહિત સંડોવણી છે કે, કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો - Surat News : સુરતમાં બેફામ બાઈકચાલકે 5 વર્ષના બાળકને કચડી નાખ્યો, સારવાર મળે તે પહેલા બાળકનું મોત


  • Follow us on: