માતાજીના મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતુ અને પોલીસે તપાસ કરી તો ટિકિટ વેચાણની મંજૂરી અને લાયસન્સ ન હોવાથી ગુનો દાખલ કર્યો છે, આરોપી શનાભાઈ મકવાણાની પોલીસે અટકાયત કરી છે, આ કેસમાં પોલીસે આયોજકોએ અત્યાર સુધીમાં કેટલા રૂપિયા લીધા તેને લઈ તપાસ શરૂ કરી છે.


સુરેન્દ્રનગરના દાઘોદિયા ગામે લકી ડ્રો મામલે ગુનો નોંધાયો

વાંકાનેર સીટી પોલીસ મથકમાં આયોજકો સહિત 13 લોકો સામે ગુનો નોંધાયો છે, જય શ્રી મેલડીમાં ગ્રુપના આયોજકો સહિત 13 સામે ગુનો નોંધાયો છે અને રૂ.349ની ટિકિટ અને 999ના ઇનામોની લોભામણી જાહેરાત આપી હતી, આયોજકોએ મેલડી માતાજીના મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન કર્યું હતું અને10-02-2026ના રોજ આયોજકો દ્વારા ડ્રોનું આયોજન હતું તે પહેલાં જ પોલીસ કાર્યવાહી કરી છે અને સ્થાનિકોને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.

ઇનામી ટિકિટનું વેચાણની મંજૂરી કે લાયસન્સ નહીં હોવાથી ગુનો દાખલ

આરોપી શનાભાઈ હરજીભાઈ મકવાણાની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે, આરોપી જુગાભાઈ, રમેશભાઈ, શીવાભાઈ, વિપુલભાઈ,પ્રવિણભાઈ, મેરાભાઈ, વિષ્ણુભાઈ, ભરતભાઈ એચ ડાભી, ભરતભાઈ એમ વાઘેલા, મહીપત ભાઈ ડાભી અને રોહિત વાઘેલાને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે, વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટ મનપા કમિશનરે ડ્રાફટ બજેટ કર્યુ રજૂ, 20 ફેબ્રુઆરી સુધી સ્ટેન્ડિંગ કમિટી બજેટને આપશે આખરી મંજૂરી


  • Follow us on: