ચુંટણીના મહાપાલિકાની પડઘમ વચ્ચે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સતત બીજા વર્ષે આજે ડ્રાફટ બજેટ રજૂ કર્યુ હતુ. રાજકોટ મહાપાલિકાના બજેટનું કદ 3500 કરોડથી વધુ રહેવાની શક્યતા છે ત્યારે ચુંટણી વર્ષમાં ફરી એક વખત રાજકોટવાસીઓ ઉપર કરબોજ લાદવાની સંભાવના છે. જો કે, આવતીકાલે રજુ થનાર બજેટમાં ગત વર્ષે રજુ કરવામાં આવેલા મોટા પ્રોજેક્ટ નવા વર્ષમાં પુરા કરવા માટે મહાપાલિકા દ્વારા ખાસ એકશન પ્લાન બનાવવામાં આવ્યો હોવાના નિર્દેશ મળી રહ્યા છે.


ગાર્બેજ કલેકશન ચાર્જમાં ઝિંકવામાં આવ્યો હતો

સત્તાવાર સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ મહાપાલિકાનું વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૮૧૭.૮૧ કરોડની બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં તત્કાલીન કમિશનર દ્વારા મહાપાલિકાને AA નગેટીવ ક્રેડિટ રેટીંગમાંથી અપગ્રેડ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૧૧૨.૨૮ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ગાર્બેજ કલેકશન ચાર્જમાં ઝિંકવામાં આવ્યો હતો. ૫૫ કરોડની આવક ઉભી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો.

ગત વર્ષ કરતા કરવેરાનો બોજો વધવાની શકયતા

આ ઉપરાંત ૧૦૦ કરોડના બોન્ડ ઈસ્યુ કરવાની જાહેરાત કરી હતી અને બોન્ડ ઈસ્યુ કરવામાં આવ્યા પછી પણ મહાપાલિકાની નાણકીય હાલત ડામાડોળ થતા વધારાની ૨૦૦ કરોડની લોન લેવાની મંજુરી આપવામાં આવી હતી. મહાપાલિકા હસ્તકના પ્લોટ વહેચવા પડ્યા છે. આ ઉપરાંત વેરા વસુલાતનો ટાર્ગેટ ૬૦૦ હાથ કરોડને પાર કરવા માટે સિલીંગ ઝુંબેશ ધરવામાં આવી હતી. છતાંપણ મહાપાલિકા તંત્રથી ટાર્ગેટ સુધી પહોચી શકાયું નથી. હવે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા આજે બીજુ ડ્રાફટ બજેટ રજુ કર્યુ હતુ. આ બજેટનું કદ ૩૫૦૦ કરોડની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગત વર્ષ કરતા બજેટનું કદ ૪૦૦-૫૦૦ કરોડ વધતા શહેરીજનો ઉપર કરવેરાનો બોજ આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો : Botad News : બોટાદ શહેરમાં 6 થી 8 ફેબ્રુઆરી સુધી પાણી વિતરણ બંધ રહેશે, જાણો આ છે કારણ



  • Follow us on: