આ ઉપરાંત બોટાદના ઢાંકી ગામ ખાતે સંપની સાફ સફાઈની પણ કામગીરી કરવામાં આવશે. જેના લીધે બોટાદ શહેરમાં નિયત કરેલા સમય સુધી પાણી વિતરણ બંધ રહેશે. આથી, બોટાદવાસીઓએ પાણીના જથ્થાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો તેમજ પાણીનો વ્યય ન કરવો તેમ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશની જાહેરાત

બોટાદની પીએમ સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૦૯ અને ૧૧માં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિધાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રવેશ પરીક્ષા માટે નોંધણી કરેલ પરીક્ષાર્થીઓના પરીક્ષા કેન્દ્રો આ મુજબ છે. ધો.૦૯ LEST માટે શ્રીમતી એલ.જે.શાહ હાઈસ્કૂલ, ગોકૂળ મેડિકલ રોડ જ્યારે ધો.૧૧ LEST માટે એમ.ડી.શાહ વિદ્યાલય ,પાળીયાદ રોડ તથા ધો.૧૧ LEST માટે આર.સી.એ.શાહ બોયઝ હાઈસ્કૂલ,હવેલી ચોક પાસે બોટાદ ખાતે છે. આ પ્રવેશ પરીક્ષા માટે પરીક્ષાર્થીઓનો રીપોર્ટીંગ સમય તા.૦૭/૦૨/૨૦૧૬ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાનો રહેશે. તેમ આચાર્યની યાદીમાં જણાવાયું છે.

બોટાદ તાલુકાનો સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૦૨/૨૦૨૬ના રોજ યોજાશે

બોટાદ તાલુકા (શહેર તથા ગ્રામ્ય)નો ફેબ્રુઆરી-૨૦૨૬ના માસનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ-૨૫/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર-કચેરી બોટાદ ખાતે યોજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરી/વિભાગને લગત તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારશ્રીએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તારીખ-૧૩/૦૨/૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજનાં ૬:૧૦ કલાક સુધી અરજી કરવા અથવા https://swagat.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા મામલતદાર, બોટાદ(ગ્રામ્ય) દ્વારા જણાવવામાં આવે છે.


આ પણ વાંચો : Cancer Day 2026 News : ગુજરાતમાં કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો, છેલ્લા 4 વર્ષમાં પુરુષોને સૌથી વધુ મોઢાના કેન્સર



  • Follow us on: