સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં બુટલેગરો હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. થાનગઢ પોલીસની ટીમ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને સરકારી ફોરેસ્ટની જમીન નજીક ધમધમતી દેશી દારૂ બનાવવાની એક આખી ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મોડી રાત્રે પોલીસની રેડ
થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ટી. બી. હિરાણી અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે, ખાખરાથળ વિસ્તારમાં સરકારી જમીનનો લાભ ઉઠાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસે ગત રાત્રિ દરમિયાન વોચ ગોઠવીને ખાખરાથળમાં રેડ કરી હતી. જ્યાં ગોવિંદ સારદિયા અને મુન્ના દેકાવડીયા નામના બે બુટલેગરોએ દેશી દારૂ બનાવવાનો આખો પ્લાન્ટ ઉભો કરી દીધો હોવાનું સામે આવ્યું હતું.













