ગુજરાતમાં દારૂબંધીના કાયદાના કડક અમલ વચ્ચે વડોદરા શહેર પોલીસે જપ્ત કરેલા વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. ડીસીપી ઝોન-3 હેઠળ આવતા વિવિધ પોલીસ મથકો દ્વારા પકડવામાં આવેલા અંદાજે રૂપિયા 1.34 કરોડની કિંમતના દારૂ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તેને નષ્ટ કરવામાં આવ્યો હતો.
ચાર પોલીસ મથકોનો મુદ્દામાલ
વડોદરા શહેરના ડીસીપી ઝોન-3 ના કાર્યક્ષેત્રમાં આવતા કપૂરાઈ, માંજલપુર, મકરપુરા અને પાણીગેટ પોલીસ મથક દ્વારા છેલ્લા કેટલાક સમય દરમિયાન અલગ-અલગ રેડ કરીને આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ ચારેય પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓનો મુદ્દામાલ લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં હતો.













