વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે એક શખ્સે શારીરિક અડપલાં કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપી યુવકે માસૂમ બાળકીને એકલી જોઈ તેની પાસે જઈ નિર્લજ્જ વર્તન કર્યું હતું અને બાળકીના ગુપ્તાંગ પર હાથ ફેરવી તેની છેડતી કરી હતી. આ ઘટનાથી ભયભીત થયેલી બાળકીએ તુરંત જ પોતાની માતા પાસે દોડી જઈ રડતા રડતા સમગ્ર હકીકત જણાવી હતી.


પોલીસની કડક કાર્યવાહી

બાળકીની વાત સાંભળી સ્તબ્ધ થયેલા પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં આ મામલે આરોપી યુવક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને પોક્સો (POCSO) એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો માસૂમ સાથે આવી હરકત કરનાર સામે કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Gandhinagar News : શિક્ષણ વિભાગ હવે બનશે સંપૂર્ણ પેપરલેસ, તમામ ફાઇલો 'ઇ-સરકાર' પોર્ટલ દ્વારા જ સ્વીકારાશે

  • Follow us on: