વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં એક નશાખોર શખ્સે ભારે હોબાળો મચાવતા સરકારી મિલકતોને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 108 એમ્બ્યુલન્સને એક ઈમરજન્સી કોલ મળતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં આ નસેડીએ અચાનક ઉશ્કેરાઈ જઈ એમ્બ્યુલન્સમાં તોડફોડ શરૂ કરી હતી. તેણે એમ્બ્યુલન્સની અંદર રહેલા કિંમતી મેડિકલ મોનિટરને તોડી નાખ્યું હતું અને સારવાર કરી રહેલા સ્ટાફ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. આટલેથી ન અટકતા, આ શખ્સે હોસ્પિટલના પરિસરમાં પણ ધાકધમકી આપી ભયનો માહોલ પેદા કર્યો હતો.


ખાખીનો ખૌફ ન રહ્યો

ત્યારબાદ જ્યારે આ શખ્સને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યારે ત્યાં પણ તેણે પોતાની હિંસક પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. હોસ્પિટલના ડ્રેસિંગ રૂમમાં ઘૂસીને તેણે સાધન-સામગ્રી વેરવિખેર કરી નાખી હતી અને હોસ્પિટલના સ્ટાફને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા કરજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમયસર પહોંચીને આ નસેડી શખ્સની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મેડિકલ સ્ટાફમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Jamnagar News : કાલાવડમાં પેરાગ્લાઈડિંગ બન્યું જીવલેણ, આકાશમાંથી સીધો હાઈટેન્શન વીજ વાયર પર પટકાયો યુવક

  • Follow us on: