વડોદરાના મકરપુરામાં હત્યાના 3 આરોપીઓ પકડાયા છે અને મનુ યાદવ, રાહુલ યાદવ અને સુભાષ યાદવની ધરપકડ કરવામાં આવી છે, શિવ શક્તિનગરમાં 42 વર્ષીય યુવકની હત્યા કરી હતી અને લોખંડ ભરેલી ગાડી સાથે માથું ભટકાવી હત્યા કરી હતી, હત્યા કરી આરોપીઓ ફરાર થયા હતા પરંતુ પોલીસે બાતમીના આધારે 3 આરોપીની ધરપકડ કરી છે.


મકરપુરા પોલીસે હત્યાના આરોપીઓને ઝડપ્યા

વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા શિવ શક્તિનગરમાં 42 વર્ષીય અનુપ પટેલ નામના યુવકની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે. માથાભારે શખ્સોએ હત્યા કરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ અનુપ પટેલને લોખંડના રોડથી માર માર્યો હતો તેમજ બરેલી ગાડી સાથે વારંવાર માથું અથડાવી ગંભીર ઈજા પહોંચાડી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ અનુપ પટેલનું મોત નિપજ્યું હતું.

કાર પાર્કિગને લઈ માથાકૂટ કરી હતી અને હત્યા કરી

એફ ડિવિઝનના એસીપીનું કહેવું છે કે, કાર પાર્કિંગ મામલે હુમલો કરનાર વ્યક્તિ અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી. હુમલો કરનારની કારની ચાવી અનુપે કાઢી લેતા ઝગડાની શરૂઆત થઈ હતી. ઝગડો થયા બાદ હુમલો કરનાર વ્યક્તિએ અન્ય બે લોકોને પણ બોલાવ્યા હતા. ત્રણેય આરોપીએ ભેગા મળી અનુપ પર હુમલો કર્યો હતો.


આ પણ વાંચો : Surat News : સુરતમાં પતંગ લૂંટવા જતા કિશોરનું કરંટ લાગતા મોત, અડાજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો


  • Follow us on: