વડોદરાના તરસાલી બળીયાદેવ પાસે અકસ્માતમાં યુવકનું મોત થયું છે. બેફામ દોડતા ડમ્પરે એકિટવા ચાલકને અડફેટે લીધો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ડમ્પર ચાલકની અટકાયત કરી હતી, ,સ્થાનિકોનો આક્ષેપ છે કે ડમ્પરો વારંવાર અકસ્માત સર્જતા હોય છે.
વડોદરામાં ડમ્પરની અડફેટે એકનું મોત
વડોદરાના તરસાલી બળીયાદેવ મંદિર નજીક ડમ્પરની અડફેટે એકનું મોત થયું છે, અને એક્ટિવા સવારને યુવકને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને મૃતદેહને પીએમ માટે ખસેડયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તરસાલી બળીયાદેવ મંદિર પાસેના માર્ગ પરથી એક યુવક એક્ટિવા પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવતા બેફામ ડમ્પરના ચાલકે તેને ટક્કર મારી હતી અને યુવક ડમ્પરના ટાયર નીચે આવી ગયો હતો.
