વડોદરામાં 34 વર્ષીય બયાનુલ્લા ઝીયાનો મળી આવ્યો મૃતદેહ અને MS યુનિ.માં આર્કિટેક્ચર વિભાગમાં અભ્યાસ કરતો વિધાર્થી, મિત્રોએ તેનો સંપર્ક કરતા તે મળી આવ્યો ન હતો અને બધા મિત્રો ઘરે આવ્યા અને ઘરનો દરવાજો તોડીને જોતાં મૃતદેહ મળી આવ્યો હતો, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે.
વડોદરામાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીનું મોત
ફતેગંજના ઍકસ્પરિમેન્ટલ રેસિડન્સમાં રહીને એમ.એસ.યુનિના આર્કિટેકચર વિભાગમાં પીએચડી કરતા અફઘાનિસ્તાનના કાનૂરના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. અફઘાનિસ્તાનના કાનૂરમાં રહેતો બયાનઉલ્લા ઝીયા (ઉ.વ.૩૪) રાજકોટથી આર્કિટેકચરમાં માસ્ટરની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ એમ. એસ.યુનિમાં પીએચડી માટે જોડાયા હતા. બે દિવસથી તેના પરિવારજનો તેનો મોબાઇલ પર સંપર્ક કરી રહ્યાં હતાં. આખરે પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા અમાનઉલ્લા નામના વિદ્યાર્થીનો બયાન ઉલ્લાના પરિવારજનોએ સંપર્ક કરી તેના રહેઠાણ પર તપાસ કરવા માટે કહ્યું હતું.
