સંસ્કારી નગરીમાં નશાખોર યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા સામે આવ્યો હતો જેમાં મકરપુરા વિસ્તારમાં યુવતીએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસની PCR વાન પર બેસી ડ્રામા કર્યો હતો, નશાની હાલતમાં યુવતી પાસે પોલીસ લાચાર બની હતી અને એક સાથે ત્રણ થી ચાર પીસીઆર વાન હતી અને લોકો પણ હતા તો પણ યુવતી ડ્રામા કરતી રહી.


[[$googlead]]

પ્રેમી સાથે ઝઘડા બાદ યુવતીએ કર્યો ડ્રામા

સંસ્કારી નગરીમાં છોકરા બાદ હવે છોકરીઓ પણ બેફામ બની ગઈ છે અને નશાની હાલતમાં યુવતીએ ગામ માથે લીધુ હતુ અને પીસીઆર વાન પર બેસીને યુવતી પોલીસને અને લોકોને બોલી રહી હતી અને આસપાસના લોકો પણ આ યુવતીથી ત્રાસી ગયા હતા અને પોલીસને બોલાવી પડી હતી, પોલીસ આવતાની સાથે યુવતી પોલીસની પીસીઆર વાન પર બેસી ગઈ હતી અને હંગામો કરતી હતી, તો પ્રેમી સાથે ઝઘડો થતા આવું કર્યુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

યુવતીએ પોલીસની પીસીઆર વાન પર બેસીને હંગામો કર્યો

સમગ્ર ઘટનામાં મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને પોલીસ પણ થોડો સમય યુવતી આગળ લાચાર બની હતી, સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી છે કે યુવતીના પરિજનો પણ આ યુવતીથી ત્રાસી ગયા છે, ત્યારે પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે અને પરિજનોને પણ જાણ કરવામાં આવી છે, આવી રીતે નશો કરીને લોકોને અને પોલીસને હેરાન કરવા એ કેટલું યોગ્ય ગણાય ! દારૂ પીવો તો ગુનો જ છે અને તેના પછી દંગલ કરવું એ વધારે ગુનો છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાતા ઠંડીમાં થયો વધારો, અમરેલી સૌથી ઠંડુગાર શહેર બન્યું


 

  • Follow us on: