વડોદરામાં ઈન્સ્ટાગ્રામ ઉપર માર્કેટિંગ કરીને ચાઈના બનાવટની પ્રતિબંધીત ઈ સિગારેટનું વેચાણ કરતાં યાકુતપુરાના યુવકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે, પાણીગેટ જુનીગઢી ખાતેથી ધરપકડ કરી હતી. આરોપીની બલેનો કારમાંથી ચાઈના બનાવટની રૂ. ૧.૦૫ લાખની ૪૯ ઈ સિગારેટ કબજે કરાઈ હતી.

આરોપીએ મુંબઈથી ઈ-સિગારેટ મંગાવી

આ દરમિયાન આરોપીએ મુંબઈથી મંગાવેલી બીજી ૩૦ સિગારેટ અકોટા વિસ્તારની કુરીયર ઓફિસમાંથી જપ્ત કરવામાં આવી હતી. મુંબઈના સપ્લાયર અમનખાનને વોન્ટેડ દર્શાવ્યો છે. ક્રાઈમ બાન્ચે કુલ રૂ. ૭.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિદેશી બનાવટની ઈ સિગારેટ ભારતમાં વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરના યાકુતપુરા તાજ સોડા ફેકટરી પાસે રહેતો ફૈઝલ સલીમ શેખ (ઉ.વ.૧૯) ઈન્સ્ટાગ્રામ ઉપર માર્કેટિંગ કરીને આ ઈ સિગારેટનું વેચાણ કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને ઝડપ્યો

પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં બલેનો કાર લઈને ઉભો છે અને ઈઓઈમ બ્રાન્ચ પોદરા શહેર સિગારેટનું વેચાણ કરે છે તેવી ક્રાઈમ બ્રાન્ચને માહિતી સાંપડી હતી. પી.આઈ. આર.જી. જાડેજાની ટીમે વૉચ ગોઠવીને ફૈઝલ શેખને રૂ. ૧.૦૫ લાખની કિંમતની ૪૯ ઈ સિગારેટ સાથે ધરપકડ કરી હતી. મુંબઈના અમનખાન પાસેથી આ જથ્થો મંગાવતો હતો કારમાંથી કબજે કરાયેલા જથ્થા સિવાય મુંબઈથી મંગાવેલો બીજો જથ્થો અકોટાની કુરીયર કંપનીની ઓફિસમાં આવીને પડયો હતો. ત્યાંથી પણ બીજી રૂ. ૭૫ હજારની કિંમતની ૩૦ નંગ ઈ સિગારેટ ભરેલુ પાર્સલ પણ જપ્ત કરવામાં આવ્યુ હતુ. કાર મળીને કુલ રૂ. ૭.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરીને તલસ્પર્શી તપાસ શરુ કરવામાં આવી છે.


આ પણ વાંચો : Baroda Dairy : બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ આજે ફોર્મ ચકાસણી કરાશે, 13 બેઠક પર 55 ઉમેદવારોએ ફોર્મ ભર્યા